મનોરથ

તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે ?
તમને ચોપાટી  જવાનું   મન  થાય છે  ?

મન છે મન નું માપ નથી ,
છાપખાનાની  છાપ નથી ,
હમણાં  સીધુદોર  હતું ,
હમણાજ  મરડાઈ જાય છે  .

મન બને  સમદર આખો ,
મન પાણીનું ટીપું
મનમાં આવે જે ગતકડું ,
કાગળિયાં માં  લીપું.
તમને વરસાદમાં નવાનું મન થાય છે  ?


મન બનાવે મહેલો કલ્પનાના ,
મન  માનવની  વસ્તી ,
મન ચડાવે મન પડાવે
મન કરાવે મસ્તી।
તમને ગીત ગાવાનું મન થાય છે ?
તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે ?

કેતન મોટલા " રઘુવંશી"
24 અપ્રિલ 2004

મનોરથ

No comments

Powered by Blogger.