શબ્દોના બાણ મને વાગ્યા

શબ્દોના બાણ મને વાગ્યા
શબ્દોના બાણ મને વાગ્યા  , ... હો રામજી  ..
શબ્દોના બાણ મને વાગ્યા ...રે ....
હૈયાની  આરપાર  લાગ્યા હો રામજી 
શબ્દોના બાણ મને વાગ્યા .... રે

ભૂલો પડ્યો તો ભવરણ  માંહે  ,
કુડા  કીધા  કઈ  કામ  રે .
સ્નેહીજનો ના દીલડા દુભવ્યા ,
લીધું ન  હરિનું   નામ  રે
પાપોના  પોટલા  બાંધ્યા હો રામજી  .(2)    .
0 શબ્દોના બાણ મને,,,

એકદિન આવ્યો સંતોના સંગમાં ,
જીવનમાં  આવ્યો  ઉજાશ  રે ,
હરિ કે'રા નામની મૂડી દીધીને ,
ચરણોમાં  રાખ્યો વિશ્વાસ  રે ,
ભેદ-ભરમ  બધા  ભાંગ્યાં હો રામજી। ...(2)  
.0 શબ્દોના બાણ મને...


કેતન મોટલા "રઘુવંશી" 

(30 મેં  2014 )






No comments

Powered by Blogger.