સાપ્તાહિક વેશભૂષા

સોમવાર : હું ભગવા વસ્ત્રો ધારણ કરીશ તમોને દુષ્ટ, પાપી કહી નરકથી ડરાવી ધર્મ ના નામે
દંભ કરી સૌને જુકાવીશ.....
મંગળવાર : સફેદ ખાદી પહેરી દેશ ઉપર મસમોટા ભાષણો કરીશ , મફતનું ખાઇશ ને સરકારી
ખર્ચે જલસા કરીશ....
બુધવાર : રાજવી વેશ ધરી ન્યાય કે અન્યાય વિષે વિચાર્યા વિના હુકમો છોડીશ.
ગુરુવાર : ખાખી વર્દીમાં તમારી કોઈપણ વાત સાંભળ્યા વિના તમને જૂડી નાખીશ....
શુક્રવાર : કાળોકોટ પહેરી જુઠા સબૂતો સાક્ષીઓ ઉભા કરી ગુનેગારોને છોડાવીશ ને ગરીબ
નિર્દોષોને સજા અપાવીશ....
શનિવાર : હું સ્ત્રીના વેશ માં હોઈશ ને તમારા બધા જુલ્મો મૂંગા મોઢે શહન કરીશ.....
રવિવાર : આજે હું આમઆદમી હોઈશ ..આજે હું કદાચ કંઈજ કરી નહિ શકું....
કેતન મોટલા " રઘુવંશી" (૧૫.૧૨.૨૦૦૯ )

No comments

Powered by Blogger.