::સોનેરી સુવિચારો ::

::સોનેરી સુવિચારો ::
૧. જે કાયમ પોતાના જ વખાણ કરતો રહે છે તે માણસની સજ્જનતા વિષે શંકા રહે છે.
૨. મોટા થવું હોય તો નાનાને સાથે રાખવા પડે .
૩. સમાજનો મોટા ભાગનો વર્ગ તેમના જીવનો વધુ પડતો સમય ચીલાચાલુ ને લૌકિક વ્યવહારોમાં જ પસાર કરે છે પરિણામે તેઓ તેમના જીવનના અંત સુધી સમાજને કશું જ નવું આપી શકતા નથી.
૪. જો તમે ખરેખર સુખી થવા માંગતા હો જીવનમાં કોઈ પાસે કઈ માગવું જ નહિ અને નિસ્વાર્થ ભાવે કઈ ને કઈ આપતા જ રહેવું.
૫. બાળક ને બાળક જ રહેવા દો ,તેને તમારા જેવા થવા પ્રયત્ન કરશો નહિ.
૬. કુવારી દીકરીના પિતાને રાત્રે ઊંઘ આવતી નથી.
૭. સીધા-સાદા અને પ્રમાણિક માણસ માટે જીવવું દિવસે દિવસે કઠીન બનતું જાય છે.
૮. સારા પુસ્તકોનો વાચક દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છે.
૯. દેશ માટે લડી રહેલા જવાનો ને આ રાજનેતાઓ કરતા વધારે સવલતો મળવી જોઈએ.
૧૦. જીવન એક જહાજ છે ને તમે તેના નાખુદા એટલે યોગ્ય વાતાવરણ જોઇને સુકાન ફેરવવું જ રહ્યું.
લે. કેતન મોટલા " રઘુવંશી"
૨૦, મંગળદાસ માર્કેટ.
મુ. ભાટિયા . જી. જામનગર (ગુજરાત)
૩૬૧૩૧૫ . 

No comments

Powered by Blogger.