મારી વાત ભાગ -૨

"સફળ થવાની સાચી સમજ"

જયારે તમારું મન સતત નકારાત્મક વિચારોમાં જ રહ્યા કરતુ હોય ,મન કોઈ ને કોઈ કારણોને લઇ સતત મુંજવણ અનુભવે, તમને કોઈપણ કામ કરવામાં ખાસ રૂચી ના રહે , આખો દિવસ ચિંતામાં ને બેચેનીમાં પસાર થાય , રાત્રે પણ ઊંઘ ના આવે , જીવન નકામું લાગ્યા કરે. ભવિષ્યમાં થનારી ઘટનાઓની ખોટી ચિંતા ઉદ્ભવે ,ક્યાય કોઈની સાથે હળીમળી શકો નહિ અને વાણીમાં પણ કઠોરતા આવી જાય.

આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે આટલું તો ચોક્કસ સમજવું કે તમે હાલ જે કઈ પણ કામ કરો છો તે કામ થી તમે સંતુષ્ટ નથી. તમે તમારા મન ને ગમતી પ્રવૃત્તિ કરી રહ્યા નથી. સાથે બીજી એ વાત પણ સમજવી પડે કે તમો તમારી આસપાસ ના લોકો ની પ્રગતિની ઈર્ષા કરી રહ્યા હશો. તમારા જીવનની સરખામણી અન્ય ના જીવન સાથે કરી રહ્યા છો. અને સતત તમારી જાત ને દોષિ માની રહ્યા છો. પરંતુ દરેક મનુષ્ય પોતપોતાની આવડત અનુસાર સફળ બને છે. ભગવાને દરેક મનુષ્ય માં કોઈ ને કોઈ કૌશલ્ય આપ્યું છે. કોઈ સારું ગાઈ શકે તો કોઈ સારું ભાષણ આપી શકે માટે તમારે પણ તમારામાં રહેલા કૌશલ્યને ઓળખીને તે દિશા માં કાર્ય કરવું પડશે.

તમારે ભવિષ્ય માટે જોયેલા સ્વપ્નો -કાર્યો ની યાદી બનાવી જોઈએ . સાથે તમારા અંતર-આત્માના અવાજને અનુસરીને યોગ્ય લક્ષ્ય નક્કી કરવું પડશે.અને જે તે ક્ષેત્રના અનુભવી વ્યક્તિઓ પાસે માર્ગદર્શન લેવું પડે. આપને કોઈ પાસે કઈ મેળવવું હોય તો વિનમ્ર થવું પડે. માટે તમારામાં રહેલા અહંને દુર કરી
વિનમ્રતા પૂર્વક કામ કરવું જોઈએ.

તમારી લાગણીઓ એવી વ્યક્તિઓ પાસે ક્યારેય રજુ ના કરો કે જે સદાય નકારાત્મક વિચારો ધરાવતા હોય આવી વ્યક્તિઓ તમારી વાતને તોડી-મરોડી નાખશે ને તમારા લક્ષ્યને આડે નાહકના વિઘ્ન નાખશે. પરંતુ જે વ્યક્તિ કાયમ આત્મવિશ્વાસમાં રહે છે તે વ્યક્તિનું માર્ગર્દર્શન જ તમને મદદરૂપ થશે અને તમને તમારા લક્ષ્ય તરફ લઇ જશે.

તો મિત્રો, નિરાશા છોડી તમારા અંતરાત્માના અવાજને અનુસરીને યોગ્ય ધ્યેય નક્કી કરી તેને પૂર્ણ કરવા યાહોમ કરી કુદી પડો. પરિણામ જે હશે તે શ્રેષ્ઠ જ હશે.

લે. કેતન મોટલા "રઘુવંશી "

મારી વાત ભાગ -૨ . તા. ૧૧.૦5.૨૦૧૩ 

No comments

Powered by Blogger.