વેલેરા આવજો......

વેલેરા આવજો......


વાલમ વાટ જોઈ થાકી, હો... રાજ વેલેરા આવજો।......
આંખો રાતીચોળ થાતી હો... રાજ વેલેરા આવજો। .

જે'દિ ગયા દુરના દેશ , તેદી બદલ્યા મારા વેશ ,
એકલી-એકલી હું ફરું , તારી યાદ માં ઝૂરું
સજવા શણગાર બધા બાકી,હો... રાજ વેલેરા આવજો

સીમમાં તને સાદ કરું , કાગળમાં ફરિયાદ કરું,
વીતતી નથી રાતાડીયું , કોણ સુણે મારી વાતડિયું,
આ હૈયા માં વાત ના સમાતી,હો... રાજ વેલેરા આવજો

આવીશ એક'દિ પાછો , ઓ ગોરી તમે ધીરજ રાખો
તારો છે સંગ મને સાચો , ઓ ગોરી તમે ધીરજ રાખો,

શિયાળામાં ટાઢ પડે, ઉનાળામાં ઉર બળે ,
ચોમાસું ચોધાર વરસે , તોયે આંખલડી તરસે ,
આ ફાગણીયો પજવે છે આખો ...ઓ ગોરી તમે ધીરજ રાખો
તારો છે સંગ મને સાચો , ઓ ગોરી તમે ધીરજ રાખો

કેતન મોટલા " રઘુવંશી" (ભાટિયા)

No comments

Powered by Blogger.