" મારી વાત ભાગ ૧

પહેલા રીડર બનો પછી નીડર બનો અને અંતે લીડર બનો ...

માનવ સમાજ સફળતાની પુજારી છે. કોઈપણ માણસને જીવનમાં સફળ થવા માટે યોગ્ય દિશામાં કાર્ય કરવું પડે છે. કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા જે તે ક્ષેત્રનું જ્ઞાન હોવું આવશ્યક છે. આ માટે તે ક્ષેત્રમાં પારંગત થવા પુષ્કળ વાંચન કરવું જોઈએ . સફળતા માટે તમારી પાસે તમારા ફિલ્ડ ની સંપૂર્ણ માહિતી હોવી આવશ્યક છે. માટે પહેલા સારા રીડર બનીએ.

તમારે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો જે તે સમયે સાહસ કરવું પડે. "સાહસ વિના સિદ્ધિ નહિ "
તમેન જીવનમાં ડગલે ને પગલે મુશ્કેલી આવે પરંતુ તે સમયે તમારી આવડત અને નીડરતા થી તે સમસ્યાનો સામનો કરવો. જગતની કોઈપણ સમસ્યાનો અંત તમારી નીડરતા માં રહેલો છો.

તમે તમારા ક્ષેત્રમાં પારંગત હશો અને આવનારી સમસ્યાનો નીડરતાથી સામનો કરશો તો તમે આપોઆપ લીડર એટલે કે નેતા બની જશો. આમ, લીડર થતા પહેલા રીડર અને નીડર બનવું આવશ્યક છે એમ કહી શકાય.

લે. કેતન મોટલા "રઘુવંશી"
" મારી વાત ભાગ ૧ - તા. ૧૧.૦૫.૨૦૧૩

No comments

Powered by Blogger.