" મારે એકવાર દ્વારકામાં "

" મારે એકવાર દ્વારકામાં "
 
હે મારે એકવાર દ્વારકામાં જાવું  છે,
   મારે  એકવાર ગોમતીમાં નાવું  છે,
   મારે એકવાર ધન્ય ધન્ય થાવું  છે.....  0 મારે એકવાર દ્વારકામાં।..
  ધોળી ધજા ફરકાય  દુરદુરથી દેખાય 
  એના દર્શનનો હૈયામાં આનંદ ન માય 
  તારા ચરણોમાં શીશ નમાવું  છે...    0 મારે એકવાર દ્વારકામાં 
  કાને  કુંડળ સોહે માથે મુગટ સોહે,
  રૂપ તારું નીરખીને મારા મનડા મોહે ,
  મારે રોમ રોમ આનંદે ગાવું છે....    0મારે એકવાર દ્વારકામાં 
   દાસ  વિનંતી કરે "રઘુવંશી" ઘણી ,
   નાથ ચરણોમાં લેજે દ્વારકાના ધણી ,
   મારે ભવસાગર તારી જવું છે.....
   મારે એકવાર દ્વારકામાં જાવું  છે,
                       લે. કેતન મોટલા "રઘુવંશી" (દ્વારકા વાળા  )

No comments

Powered by Blogger.