સખી આપણે તો ....

સખી આપણે તો ....

સખી આપણે તો ઓરતની જાત...
છાની રખાય નહિ , હૈયામાં માય નહિ ,
કોઈને કહેવાય નહિ વાત। ... સખી આપણે તો। ...

પગે બાંધી છે પાયલની બેડીઓ , ડોકમાં મંગળસુત્ર.
આખીયે જીંદગી જતન કરી રાખ્યાછે , માન માર્જાદના પુત્ર,
પીડાના નામનું ઓઢી પાનેતર , ફેરાઓ લીધા છે સાત ... સખી આપણે તો। ..

અડધી છું દીકરી અડધી વહુ , એમ ટુકડે ટુકડે વહેંચે
ભરી સભામાં નાર પશુ બની હજુ , દ્રૌપદીના ચીર ખેંચે ,
પુનમનો ચાંદ અહી કોને દીઠો , કાયમ છે અંધારી રાત ..... સખી આપણે તો

કેતન મોટલા " રઘુવંશી"

No comments

Powered by Blogger.