હું તો ખેલ જગતના ખેલું...

હું તો ખેલ જગતના ખેલું...

કોઈ કહે કુંડાળે આવ્યો, કોઈ કહે મેલું.
ઘડીકમાં સાજોનરવો ,ઘડીકમાં ઘેલું,
હું તો જગતના ખેલું ...

ખુબ ધુણાવ્ય ભુવા ભરાડા, દોરા ધાગા જંતર મંતર .
સહુ સંભળાવે ખોટી કહાની , ના જાણી શક્યા મુજ અંતર .
દરદ આ મારું દિવસે દિવસે વધતું જાય રહેલું....
હું તો ખેલ જગતના ખેલું...

કોઈએ મારી વાત ઉડાવી , કોઈએ કરી છે હાંસી.
કોઈએ મારી મીઠી ખંજર , કોઈએ આપી ફાંસી.
દુખ મળ્યું તો બાથ ભરી . સુખને પાછળ ઠેલું...
હું તો ખેલ જગતના ખેલું...

કોઈ ન સૂણે વાત અમારી , કોઈ ના પૂછે નાત .
પ્રેમ કરીને ગુનો થયો છે , ચાલી રહી છે ઘાત .
જીવન નો કોઈ રંગ નહિ ,શેષ નહિ બચેલું ...
હું તો ખેલ જગતના ખેલું...

ketan motla "raghuvanshi "

No comments

Powered by Blogger.