મારું રંગીલું દ્વારકા સંભારું ...

મારું રંગીલું દ્વારકા સંભારું ...

ત્રીસમી તારીખે આવ્યો આ જગમાં ,
શ્રાદ્ધ  નવમું  ભાદરવે  માસે  .
સાલ  ઓગણીસસો  એસી હતી ,
ચંદ્ર ચડ્યો  હતો  આકાશે .

સાત પુરીઓ માં હતી એક પૂરી ,
ચાર ધામો માં  હતું  એક ધામ  .
રાજ કરે છે  જ્યાં  રણછોડરાય ,
એવું  રંગીલું  દ્વારિકા  ગામ  .

માટી વતનની  પેટ ભરી ખાધી ,
ધીંગી  ધરાને  હું  ધાવ્યો ,
ઓઢી ફરી ધજા બાવન ગજની ,
એવો અંતરમાં  આનંદ આવ્યો ,

મંગલા ને આરતી રોજ રોજ કીધા ,
રોજ રોજ ગોમતીમાં  ના'તો  .
માખણ ને મીસરી ધરી  વાલાને ,
હૂ તો સાંજે  શયન  ગીત ગાતો  .

કાળે કરીછે  કપરી કસોટી ,
દ્વારકા થી થઇ ગયો દુર .
મિત્રો  સ્વજનોથી  વિખુટો પડ્યો ,
બસ નાણા નો એમાં  કસુર .

દ્વારકા વિના એક પલ ના વીતે ,
હર એક દિન લાગે અંધારું ,
હાલતા ચાલતા શ્વાશે શ્વાશે ,
મારું રંગીલું દ્વારિકા  સંભારું .

અંતે  અરજ કરું સ્વજનો ને એટલી ,
થાય  મરણ  ચાલીસે  કે  સાઠે  .
એક ઉપકાર  વધારે  " રઘુવંશી" ને
દાહ દેશો  દ્વારિકા ને  કાઠે .  


(30 સપ્ટેમ્બર  202012 ,    32 મી વર્ષગાંઠે )


 કેતન  મોટલા   " રઘુવંશી "  ના જય દ્વારકાધીશ  .....



No comments

Powered by Blogger.