મારી વાત ભાગ -૩

"બહુ હોશિયારી નું કામ નથી "

આ જગતમાં અલગ અલગ પ્રકૃતિ ધરાવતા લોકો રહે છે. મોટા ભાગના લોકો સફળતા માટે
લખલૂટ પ્રયાસો કરે છે અને સફળતાને પણ વરે છે. આ સફળતા મેળવવાની પ્રક્રિયા દરમ્યાન માણસ પોતાના જીવન નો કીમતી સમય ને ખોઈ બેસે છે  અને  જીવનમાં જે તે ક્ષેત્રમાં સફળ થયા પછી પણ માણસને હજુ કૈક ખાલીપો રહ્યા કરે છે.  આ માણસ પાસે લાખો કરોડો ની ધન સંપતિ હોવા છતાં શાંતિ રહેતી નથી.

સફળતાની વ્યાખ્યા માત્ર નાણાકીય સદ્ધરતા જ નથી પણ તંદુરસ્તી અને મનદુરસ્તી પણ હોવી ખપે. સાથે મન ના આનંદ માટે મન ને ગમતી પ્રવૃત્તિઓ કરવી જ રહી. તમારા શોખ પુરા કરવા બહુજ જરૂરી છે. આ જગતમાં બહુ હોશિયાર લોકો તો છે જ અને છેતરનારા પણ બહુ જાજા છે , પરંતુ છેતરવા કરતા છેતરાય જવામાં મજા રહેલી છે.

આ જગતમાં સુખી થવા બહુ હોશિયારી નું કામ નથી પરંતુ ભોળા હૃદયથી સેવા, સત્કર્મ અને ત્યાગની  ભાવના વાળા વ્યક્તિઓ સાચા જીવન નો આનંદ માણી શકે છે.  

 લે. કેતન મોટલા "રઘુવંશી"

No comments

Powered by Blogger.