લાશ ચાલે છે.

અહા ! હજુ યે મારા શ્વાસ ચાલે છે .
અમારી માંહે કશું ખાસ  ચાલે છે .

આમ તો હું યે ક્યાં એકલો ચાલુ છું,
નીચે ધરતી ને ઉપર આકાશ ચાલે છે .

મારે ક્યાં ગણતરી કરવી છે દુખોની,
અહી તો માત્ર વેદના જ સરેરાશ ચાલે છે.

શિયાળે ઠંડી ને ઉનાળે ગરમી હોય કિન્તુ,
અમારે તો ચોમાસું જ બારેમાસ ચાલે છે.

તમારે મન લાગતો જીવતો જાગતો ,
"રઘુવંશી" ને લાગે છે કે લાશ ચાલે છે.

કેતન મોટલા "રઘુવંશી "

No comments

Powered by Blogger.